California,
અમેરિકામાં ટ્રમ્પ શાસન અને વિપક્ષ ડેમોક્રેટીક પક્ષની લડાઈના કારણે જે શટડાઉન જાહેર થયુ છે તેમાં હવે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા `નાસા’ને પણ ભંડોળનો પ્રશ્ન સર્જાયા છે અને તેથી નાસાએ તેની વેબસાઈટ-અચોકકસ મુદત માટે બંધ કરી છે.
નાસા એ અગાઉ જાહેરાત કરી હતી. તે કોમેટ-3 આઈ/એટલાસની તસવીરો જારી કરવા જઈ રહ્યું છે પણ તા.3થી અચાનક જ તેની વેબસાઈટ પર કોઈ અપડેટ આપ્યા નહી બાદમાં નાસાની વેબસાઈટ પર એક સંદેશ જોવા મળ્યો હતો. જેમાં જણાવાયુ કે ફેડરલ ગવર્મેન્ટ (ટ્રમ્પ સરકાર) તરફથી તેઓને કોઈ ફંડીંગ (ભંડોળ) મળ્યુ નથી તેથી તેની વેબસાઈટ અપડેટ કરવા સક્ષમ નથી.
આ અગાઉ નાસા તેના મંડળ પરના નવા સંશોધન અંગે અપગ્રેડ કરવાનું હતું. નાસાનું અવકાશ યાન 3આઈ-એટલાસ આ ઉપગ્રહની તસ્વીરો મોકલવાનું હતું જે તેની વેબસાઈટ પર પ્રદર્શિત કરવાની હતી.
ટ્રમ્પ તંત્રએ અગાઉના નાસાનું બજેટ 2026 માટે ઘટાડી દીધુ છે અને નાસાના અનેક પ્રોજેકટને પાછળ ઠેલવામાં આવ્યા હતા. નાસાએ તેના કર્મચારી સંબંધીત અપડેટ માટે દરેકને અલગથી લીંક મોકલી છે. જેમાં તેઓની કામગીરી સંબંધીત સ્ટેટસ જાણી શકાશે.
નાસાનું 2026નું બજેટ જે અગાઉ 24.8 બિલિયન ડોલર હતું તે ઘટાડીને 18.8 બિલિયન ડોલર કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે નાસાના પ્રોજેકટમાં 47%નો કાપ મુકવાની ફરજ પડી હતી.