Mumbai,તા.13
લોકપ્રિય નિર્માતા અને દિગ્દર્શક વી. શાંતારામની એક બાયોપિકની તૈયારી થઇ રહી છે. જેમાં મુખ્ય રોલ માટે સિદ્ધાંત ચતુર્વેદીએ લુક ટેસ્ટ એ ફોટોશૂટ કરાવ્યા હતો. બન્નેમાં સમાનતા દેખાતા તેને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ફરદીન ખાન આ બાયોપિકમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
વી શાંતારામે પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ લગ્ન કર્યા હતા. તેથી ફિલ્મમાં તેમની પત્નીઓના રોલ માટે ત્રણઅભિનેત્રીઓને સામેલ કરવી પડશે. નિર્માતાની પ્રથમ પત્ની વિમલા હતી. બીજી જયશ્રી હતી જેનાથી તેઓ બે બાળકોના પિતા બન્યા હતા. જ્યારે ત્રીજી પત્ની અભિનેત્રી સંધ્યા હતી. તેમના પરિવારમાં ત્રણ પત્નીઓ અને સાત બાળકોનો સમાવેશ છે,

