૨૦૨૩ માં લગ્ન કરનાર બોલિવૂડના પ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પુત્રીના માતા-પિતા બની ગયા છે!
Mumbai, તા.૧૬
૨૦૨૩ માં લગ્ન કરનાર બોલિવૂડના પ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પુત્રીના માતા-પિતા બની ગયા છે! આ ખુશખબર સામે આવતા જ ચાહકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હવે માતા-પિતા બની ગયા છે. તાજેતરમાં જ અભિનેત્રીને પરિવાર સાથે હોસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવી હતી, અને હવે રિપોર્ટ સામે આવ્યા છે કે કિયારા અડવાણીએ બેબી ગર્લ ને જન્મ આપ્યો છે. જોકે, કપલે હજુ સુધી સત્તાવાર પોસ્ટ શેર કરી નથી, પરંતુ ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થનું આ પહેલું સંતાન છે. મેટ ગાલા હોય કે સોશિયલ મીડિયા પરની તસવીરો, ‘વોર ૨’ ની અભિનેત્રી કિયારા અડવાણી તેની પ્રેગ્નન્સી જર્નીને એન્જોય કરતી જોવા મળતી હતી.ઉલ્લેખનીય છે કે કિયારા અડવાણીએ લગભગ ત્રણ વર્ષ સુધી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કર્યા બાદ ૨૦૨૩ માં રાજસ્થાનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ કપલે ૨૮ ફેબ્રુઆરીના રોજ પોતાની પ્રેગ્નન્સીની ખુશખબરી ચાહકો સાથે શેર કરી હતી. આ નવજાત બાળકીના આગમનથી મલ્હોત્રા અને અડવાણી પરિવારોમાં આનંદનો માહોલ છે.