Mumbai, તા.20
સોના ચાંદીમાં ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે રૂ 1100 નો કડાકો નોંધાયો હતો. આ સાથે ચાંદીનો ભાવ રૂ. 109309 એ પહોંચ્યો છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ જેવા કારણોથી ભાવ ભડક્યા બાદ આજે સોના-ચાંદીમાં પીછેહઠ હતી. ચાંદીમાં ગઈકાલે પણ રૂા.2000 તૂટયા હતા. બે દિવસ માં 3000 થી વધુ ઘટયા છે.
રાજકોટમાં આજે હાજર ચાંદીનો ભાવ 109300 છે. સોનામાં પણ ભાવ ઘટયા છે. સોનામાં પણ નરમાશ જોવા મળી છે. સોનામાં રૂ. 700 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે સોનું રૂ.101700 ની સપાટીએ પહોંચી ગયું છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના તણાવમાં થોડી રાહતથી બજાર સ્થિર છે.