Juurikh,તા.16
દુનિયામાં રહેણી-કરણી અને વિલાસીતાની વસ્તુઓ પર ખર્ચ કરવાના મામલે સિંગાપુર સૌથી મોંઘુ શહેર છે.જયારે બીજા ક્રમે લંડન છે. સ્વિસ વેલ્થ મેનેજર જુલીયસ બેર સમુહે વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર યાદીમાં જાહેર દેશોમાં ભારતમાં મુંબઈ સૌથી ખર્ચાળ શહેર છે, જે 20 માં સ્થાને છે.
ગત વર્ષે પણ તે આજ રેન્ક પર હતું.
ઉલ્લેખનીય છે કે, જુલયસ બેર સમુહ લાઈફ સ્ટાઈલ ઈન્ડેકસ, આવાસીય સંપતી, કાર, બિઝનેસ, કલાસની ઉડાનો, સ્કુલ, સ્વાદિતા ભોજન અને અન્ય વિલાસીનાની વસ્તુઓનું વિશ્ર્લેષણ કરીને 25 શહેરોનું રેન્કીંગ કરે છે.
જાહેર થયેલા રેન્કીંગ અનુસાર ટોપ 20 શહેરોમાં એશીયાના 8 શહેરો છે. જેમાં સિંગાપોર, ઉપરાંત હોંગકોંગ, શાંધાઈ, બેન્કોક, ટોકયો, જાકાર્તા, મુંબઈ, અને મનીલા સામેલ છે. હોંગકોંગ દર વર્ષે બીજા ક્રમે હતું જેને આ વર્ષે એક કામનું થયુ છે.જયારે શાંધાઈ પણ બે ક્રમ નીચે આવીને છ્ઠ્ઠા સ્થાને આવી ગયુ છે.
જોકે અનેક એશીયાઈ શહેરોએ રેન્કીંગમાં સુધારો કર્યો છે.
મુંબઈ બહાર ભોજન કરવા પર વધુ ધ્યાન
રિપોર્ટ અનુસાર મુંબઈમાં સૌથી વધુ લોકો વિમાન યાત્રા (42 ટકા) અને રેસ્ટોરન્ટમાં ખાવા (44 ટકા) પર ખર્ચ કરે છે. જયારે હોટેલમાં રોકાવા અને લકઝરી સામાન ખરીદવા પર આ ટકાવારી 12 અને 9 છે.
એશીયામાં લગભગ 13 ટકા લોકો બિઝનેસ કલાસમાં સફર કરવાને પસંદ કરે છે. જયારે 9 ટકા લોકો ઘડીયાળા ખરીદવા અને 8 ટકા લોકો સાઈકલ ચલાવવા પર ધ્યાન આપે છે.