New Delhi,તા.16
રાજસ્થાનના સર તન સે જુદાની ઘટનામાં જે રીતે એક દરજી કનૈયાલાલની હત્યા જેહાદી તત્વોએ કરી હતી તેના પર બનેલી ફીલ્મ ‘Udaipur Files’ને મંજૂરી મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા જે કમીટી નિયુકત કરવામાં આવી છે તેના નિર્ણયની રાહ જોવા માટે ચુકાદો મુલત્વી રાખ્યો છે .
ત્યાં સુધી Udaipur Files ફીલ્મ રીલીઝ કરી શકાશે નહીં. કનૈયાલાલ નામના દરજીની હત્યા મોહમદ રીયાઝે કરી હતી. 12 જુન 2022ના મોહમદ રીયાઝ અને મહમદ ગૌસ નામના બે જેહાદીઓએ ધારદાર હથીયારથી કનૈયાલાલનું ગળુ કાપીને તેમનો વીડિયો પણ ઉતાર્યો હતો.
તેમનો દાવો હતો કે, ભાજપના મહિલા નેતા નૂપુર શર્માએ જે રીતે મોહમદ પેયમ્બર અંગે વિધાનો કર્યા હતા તેના બદલામાં આ હત્યા કરવામાં આવી છે. કનૈયાલાલે નૂપુર શર્માના વિડિયોને વાયરલ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં જેહાદી તત્વ ઘુસી ગયું હતું.
જોકે Udaipur Files ફીલ્મના રીલીઝ સામે હત્યારાઓએ વિરોધ નોંધાવ્યો છે અને કેન્દ્ર સરકારે તેના પર નિર્ણય લેવા એક કમીટી નીમી છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે Udaipur Files ફીલ્મ રીલીઝ કરવા પર સ્ટે લગાવ્યો હતો. હજુ આ કેસનો ચુકાદો આવ્યો નથી તેથી Udaipur Files ફીલ્મ રીલીઝ કરવી જોઈએ નહીં તેવી માંગણી આરોપીઓએ કરી હતી.