Dubai,તા.9
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચમી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે ઓગસ્ટ મહિના માટે ICCના `શ્રેષ્ઠ ખેલાડી’ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
સિરાજની સાથે, ન્યુઝીલેન્ડના મેટ હેનરી અને વેસ્ટ ઇન્ડીઝના જેડન સીલ્સનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. સિરાજે ઇંગ્લેન્ડમાં પાંચ મેચની શ્રેણીની બધી મેચોમાં ર3 વિકેટ લીધી હતી.
સિરાજે પાંચેય ટેસ્ટમાં 18પ.3 ઓવર બોલીંગ કરી અને ભારતીય ટીમને ર-રથી ડ્રો કરવામાં મદદ કરી. ICCએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, મોહમ્મદ સિરાજે ઓગસ્ટમાં ફકત એક જ મેચ રમી હતી. પરંતુ તે મેચમાં તેની શાનદાર બોલિંગ તેને નોમીનેશન મેળવવા માટે પુરતી હતી.
`ધ ઓવલ’ ખાતે ઈંગ્લેન્ડ સામે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં તેણે ર1.11ની સરેરાશથી નવ વિકેટ લઇને ટીમની જીતમાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી.