New Delhi,તા.9
ઉતર ભારતમાં ભારે વરસાદ તથા પૂરના સંકટમાંથી કોઈ રાહત નથી. હવે હરિયાણા પર આફત ઉતરી હોય તેમ વરસાદી દુર્ઘટનાએ 12 લોકોનો ભોગ લીધો હતો. પંજાબમાં કુલ મૃત્યુઆંક 51 થયો હતો.
ઉતરાખંડ, હિમાચલ,કાશ્મીર, રાજસ્થાન તથા પંજાબ બાદ હરિયાણામાં પૂરની હાલત સર્જાઈ હતી. ભારે વરસાદ-પુરમાં મકાન તૂટી પડવાની ઘટનાઓમાં 12 લોકોના મોત થયા હતા.
બીજી તરફ પંજાબમાં હાલત ગંભીર જ બની રહી હતી.મૃત્યુઆંક 51 થયો હતો અને અસરગ્રસ્તોની સંખ્યા 3.87 લાખ છે. 4.34 લાખ એકરમાં કૃષિ પાક બરબાદ થઈ ગયો છે.
હિમાચલ પ્રદેશ તથા કાશ્મીરમાં પણ હાલત ખરાબ જ હતી.સંખ્યાબંધ માર્ગો બંધ હતા. સળંગ 14મા દિવસે માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગીત રહી હતી ઉતરાખંડમાં કાલીમાતા મંદિર નજીક રેલવે ટનલ પાસે ભૂસ્ખલન થતા કાટમાળ રેલવે ટ્રેક પર પડયો હેતો કલાકો સુધી રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં વરસાદથી આંશીક રાહત મળવા છતાં અનેક ભાગોમાં જનજીવન રહ્યું હતું ભરતપુરમાં મકાન દુર્ઘટનામાં બેના મોત થયા હતા. અને ચાર ઘાયલ થયા હતા. સવાઈ માધોપુરમાં સ્કુલનો એક ભાગ ઘસી પડયો હતો.
47 વર્ષ બાદ આગ્રા પાણી-પાણીઃ યમુના નદીનું વિકરાળ સ્વરૂપઃ તાજ વ્યુ પોઈન્ટ ડુબ્યો
ઉતરપ્રદેશમાં તાજમહલની નગરી એવુ આગ્રા પૂર સંકટમાં ફસાયું છે. યમુના નદી ગાંડીતુર થતા 100 કોલોનીમાં પાણી ઘૂસી ગયા છે.67 ગામડા ડુબી ગયા છે. તાજમહલ સુધી સર્વત્ર પાણી જ છે. 47 વર્ષ બાદ આગ્રામાં યમુનાનું આવુ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ છે. તેની જળસપાટી 501 ફૂટને પણી વટાવી ગઈ છે. 499 ફૂટના ડેન્જર લેવલ કરતા બે ફૂટ ઉંચે પાણી વહી રહ્યુ છે.
આજે પણ હજુ પાણીનું લેવલ વધવાની ચેતવણી આપવામાં આવી છે. પૂરસંકટથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1978 માં યમુનાનું લેવલ પણ 508 ફૂટ થયુ હતું. ત્યાર પછીનું સૌથી ઉંચુ લેવલ છે.તાજમહલ સુધી સર્વત્ર પાણી-પાણી હોવાથી તાજ વ્યુ પોઈન્ટ પણ ડુબી ગયો હતો.

