(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯ઃ
રવાપર ઘુનડા રોડ પર આવેલ મકાનમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી પોલીસે છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૮૮,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન રવાપર ઘુનડા રોડ સરદાર બંગલો સોસાયટી, પવનસુત એપાર્ટમેન્ટ પાસે રહેતા આરોપી લલિત ગંગારામ હાલપરાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા લલિત ગંગારામભાઈ હાલપરા, હિતેશ દામજીભાઈ શોભાસણા, ચંદ્રકાંત બાબુલાલ ગામી, વિરેન્દ્રભાઈ ઉર્ફે વાસુભાઇ હરજીવનભાઈ વરસડા, રોહિત ચતુરભાઈ હાલપરા અને કિરીટ ત્રિભોવનભાઈ લીખીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૮૮,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

