Prabhas Patan,તા.11
ગીર સોમનાથ જિલ્લામાં દારૂ અને જુગાર બદીને ડામી દેવા જિલ્લા પોલીસવડા મનમોહનસિંહ જાડેજાએ આપેલી સૂચનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ મથકના પીઆઇ એમ બી પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મોરજ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સુફિયાન સુલતાન મલેક, મનસુખ રામ વાજા, રામ નારાયણ ચોટિયા, વીરા ગોવિંદ વાળા, ભાવેશ વજુ મારુ અને રાજા સોમાં ચાડપાની ધરપકડ કરી જુગારના પટમાંથી 12 250 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે