બારીનું તાળું-સ્ટોપર તોડી તસ્કરો 920 કિલોગ્રામ બ્રાસ પાઇપ ફિટિંગનું રો મટીરીયલ ઉઠાવી ગયા’તા
ચીફ એકાઉન્ટન્ટે 1 માસ બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લીધા
Rajkot,તા.23
રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ સ્ટોરરૂમની બારીનું તાળું તોડી તસ્કરો ઉઠાવી ગયાનો બનાવ સામે આવી ગયો છે. આશરે એક માસ પૂર્વે થયેલી ચોરીની ઘટના અંગે કંપનીના ચીફ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવતા મેટોડા જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી કારખાનાના પૂર્વે કર્મચારી સહીત છ શખ્સોંને સકંજામાં લઇ લીધાનું જાણવા મળી રહ્યું છે.
મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-3 માં આવેલ સુમો પોલીપ્લાસ્ટ પ્રા.લી.માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કેટા ધર્મેશભાઈ અશોકભાઈ સતારા (ઉ.વ.૪૩)એ મેટોડા જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ હું સવારે નવ વાગ્યે અમારી કંપનીએ નોકરી ઉપર આવેલ ત્યારે અમારા કંપનીના સ્ટોર ઇન્ચાર્જ આકાશ યાદવએ મને જણાવેલ કે, હું ગઇ કાલ તા.૨૩/૦૪/૨૦૨૫ ના રાત્રીના આઠ વાગ્યે સ્ટાર રૂમના શટરને તાળુ મારીને ઘરે ગયેલ હતો અને તા. ૨૪/૦૪/૨૦૨૫ ના સવારના છ વાગ્યે નોકરી ઉપર આવી અને સ્ટોર રૂમમાં માલ સામાન લેવા માટે ગયેલ ત્યારે સ્ટોર રૂમના શટરનું તાળુ તુટેલ હતુ. જેથી મે સ્ટોર રૂમમાં જઈ ચેક કરતા બ્રાસ પાઇપ ફીટીંગનું રો મટીરીયલ્સની અલગ અલગ ૨૩ બેગીઓ જેમા એક બેગીમાં ૪૦ કીલો એમ કુલ ૯૨૦ કીલો બ્રાસ પાઇપ ફીટીંગના રોમટીરીયલ જેની કિંમત રૂ. ૭,૪૨,૪૪૦ મળી આવેલ ન હતું. સ્ટોર રૂમમાં જોતા ડાબી બાજુની બારીનો આકડીયો ખુલ્લો હતો અને તેમા લગાવેલ તાળુ તુટેલુ હતુ જે બારીની પાળી ઉપર પડેલ હતુ. જેથી મે તાત્કાલીક અમારી કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અરુણકુમાર મીશ્રા જેઓ લગ્ન પ્રસંગ સબબ વતનમાં ગયેલ હોય તેને ફોન કરી જાણ કરવાનું કહેલ હતું. કંપનીના પ્લાન્ટ ઈન્ચાર્જ અરૂણકુમાર મીશ્રા લગ્ન પ્રસંગ સબબ પોતાના વતનમાં ગોંડા (યુ.પી.) ગયેલ હોય અને ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ હતું કે, હું આવુ પછી રો-મટીરીયલ્સ ચેક કરી લઉં કે, કેટલા રો-મટીરીયલની ચોરી થયેલ છે. ત્યાં સુધીમાં આપ ણી કંપનીનો કોઇ માણસ સંડોવાયેલ છે કે કેમ? તે બાબતની તપાસ કરો. જેથી મે અમારી કંપનીના માણસોને પુછપરછ કરેલ હતી અને અમારી કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અરૂણકુમાર મીશ્રા કંપનીએ આવી સ્ટોક રજીસ્ટર ચેક કરતા રો-મટીરીયલ નહિ મળી આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
મામલામાં ચીફ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવતા મેટોડા જીઆઈડીસી પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસને મળેલી હકીકતના આધારે પૂર્વ કર્મચારી સહીત છ શખ્સોંને ઉઠાવી લઇ પૂછપરછનો ધમધમાટ શરૂ કરતા ટોળકીએ ગુનાની કબૂલાત આપી દીધાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.