Rajkot,તા.૦૧
શહેરના ધરમ સિનેમા પાછળ આવેલ સરકારી ક્વાર્ટરમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડતા હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લામાં બેસીને દારૂની મહેફિલ માણતા પત્રકાર સહીત છ નબીરાઓને ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. ધરમ સિનેમા પાછળ આવેલ સરકારી ક્વાર્ટરમાં હનુમાનજી મંદિરની પાછળ આવેલી ખુલ્લી જગ્યા પર દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડો પાડતા જાહેરમાં દારૂની મહેફિલ માણતા છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે મહેફિલમાંથી ગોપાલ ક્રિષ્નન યાદવની ધરપકડ કરી છે.જે પોતે એક દૈનિકમાં પત્રકાર હોવાનું ખુલવા પામ્યું છે. આ ઉપરાંત પોલીસે ઢોસાબો ધંધો કરતા અનિલ પેરુસ્વામી સોલયંટ, કમલેશ ગાંડુ પરમાર, યોગેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ, વિશાલ સંદીપભાઈ ચૌહાણ અને ગોપાલસિંહ ઉર્ફે હરોઅલ ઉદયસિંહ રાણાનું ધરપકડ કરી છે.