શહેરમાં આજે નોંધાયેલાં છ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના પાનવાડીમાં રહેતા ૮પ વર્ષના પુરૂષ, સર તખ્તસિંહજી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતી ૩૦ વર્ષની યુવતી , આંબાવાડીમાં રહેતા ૩૩ વર્ષના યુવાન, ફુલસરમાં રહેતા ૪૯ વર્ષના પુરૂષ, ભાયાણીની વાડીમાં રહેતો અને બેંગ્લોરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો રર વર્ષીય યુવાન ઉપરાંત શાસ્ત્રીનગરમાં રહેતી ૧૩ વર્ષની બાળાની તબિયત બગડતા તમામને સારાવાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તમામને કોરોના લક્ષણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવતાં તમામના રિપોર્ટસ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટસ પોઝિટિવ આવ્યા હતા.જો કે, અન્ય કેસની જેમ આ કેસમાં પણ તમા છ દર્દીની તબિયત સારી હોવાથી તમામ પોતાના ઘરે સારવાર હેછલ હોવાનું આરોગ્ય અધિકારીએ વિગત આપતાં ઉમેર્યું હતું. જયારે, સમાપક્ષે શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષના પુરૂષ કોરોનામાં સપડાયા હતા પરંતુ, હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને કોરોનામુક્ત જાહેર કરાયા હોવાનું તેમણે અંતમાં ુમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાના કુલ ર૩ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના રર કેસનો સમાવેશ થાય છે. શહેરમાં સામાપક્ષે અત્યાર સુધીમાં કુલ ૮ દર્દી કોરોનામુકત થયા છે, જયારે ૧૪ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

