Vadodara,
પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે મહંમદ તળાવ પાસે તોરણા હોટલમાં પાંચથી છ લોકો દારૂ પીવા બેઠા છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હોટલનો દરવાજો ખુલ્લો હતો અંદર જઈને જોતા ખુરશીઓ તેમજ ટેબલ પર પાંચ લોકો બેસીને દારૂની મહેફીલ માણતા હતા. પોલીસે તેઓને કોર્ડન કરીને પકડી લીધા હતા જેમાં (1) હોટલ માલિક નારાયણ બાબુરાવ ઢમઢેરે ઉંમર 60( રહે તોરણા હોટલ બીજા માળે) (2) મેહુલ નરેશભાઈ જોશી (રહે વૈષ્ણવી દેવી સોસાયટી માંજલપુર ) (3) જીગર રાજેશ રાવ કામડે (રહે ગણાધીસ કોમ્પલેક્ષ વાડી) (4) પ્રશાંત હર્ષદભાઈ ધુમાડ (5) રોહિત મનોહરભાઈ ધુમાડ( રહેદેવનો ખર્ચો ગાજરાવાડી) તથા (6) હિમાંશુ અનિલભાઈ જોશી (રહે.કોટયાર્ક નગર શાસ્ત્રી બાગ પાસે )નો સમાવેશ થાય છે.દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ધર્મેશ માંડી રહેવાસી માળી મહોલ્લો શાસ્ત્રી બાગ પાસે તથા અભય જાદવ રહે વાડી પાસેથી લાવ્યા છે જેથી પોલીસે બંનેની તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી દારૂની ત્રણ હોટલ કબજે લીધી છે.