Jamnagar,તા.19
જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલાઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરની લોકલ બ્રાન્ચની ટીમેં ગઈકાલે સાંજે મધુરમ રેસીડેન્સી માં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી જ્યોતિબેન રમેશભાઈ સોલંકી, ગૌરાંગીબા હરેન્દ્રસિંહ સોઢા, શિલ્પાબેન હુસેનભાઈ ખોજા, ભાવનાબેન ભવિષ્યભાઈ વારીયા, રીટાબેન કૈલાશભાઈ લાલ, અને બીનાબા રામદેવસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 27,650 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.