Jetpur,તા.02
ઇન્સ્ટાગ્રામ પર દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ કરનાર છ નબીરાઓની જેતપુર ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી અસામાજિક તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથેના ફોટો કે વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાને પગલે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઇ એમ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ એલ ડી મેતા દ્વારા સર્વેલન્સ સ્ટાફને સોશિયલ મીડિયા પર મોનિટરિંગ રાખી આવા ઈસમોની ટીપ મળ્યે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે હાર્દિક ઉર્ફે ભોલુ સિધ્ધરાજભાઈ મેર , સુનિલ દીપકભાઈ ગોહેલ , પુનિત રમેશભાઈ જમોડ અને રાહુલ રમેશભાઈ જમોડ , ધર્મેશ કેશુભાઈ સોનરાજ અને વિજય હરેશભાઈ જાદવ એમ કુલ છ નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.