Morbi,તા.04
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ મોરબી ઇસ્કોન મંદિર દ્વારા શનિવારે બપોરે ભગવાન જગન્નાથની ચતુર્થ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
તા. ૦૫ ને શનિવારે બપોરે 3 કલાકે જગન્નાથ રથયાત્રા મોડર્ન હોલ, ભક્તિનગર સર્કલ, બાયપાસ મોરબી ખાતેથી પ્રસ્થાન કરશે જે રથયાત્રા શનાળા બાયપાસ, દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, એસપી રોડ, અવની ચોકડી અને ઉમિયા સર્કલ થઈને શનાળા બાયપાસ પરત ફરશે રથયાત્રામાં અતિથી વિશેષ અમદાવાદ ઇસ્કોન પ્રેસિડેન્ટ ક્લાનાથ ચૈતન્ય પ્રભુજી અને ઇસ્કોન રાજકોટ પ્રેસિડેન્ટ વૈષ્ણવ સેવા પ્રભુજી પધારશે રથયાત્રાનો ભક્તોએ લાભ લેવા ઇસ્કોન મંદિર, હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબીએ નિમંત્રણ પાઠવ્યું છે