Beijing,તા.31
સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ જરૂરી છે. એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે, ઊંઘમાં ખલેલ પહોંચવાથી 172 બીમારીઓનો ખતરો વધી જાય છે. જેમાં પાર્કિન્સન્સ, ટાઇપ 2 ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવાં ગંભીર રોગોનો પણ સમાવેશ થાય છે.
ટ્રેકિંગ ઉપકરણ દ્વારા દેખરેખ
ચીનની થર્ડ મિલિટરી મેડિકલ યુનિવર્સિટીનાં ડો.કિંગ ચેન અને તેમની ટીમે સાત વર્ષ સુધી 90 હજાર વ્યક્તિઓની ઊંઘ પર નજર રાખી હતી. અભ્યાસ દરમિયાન, સંશોધકોએ એક્સેલેરોમીટરથી લોકોની ઊંઘને માપી હતી, જેમણે દાવો કર્યો હતો કે તેઓ નવ કલાક કે તેથી વધુ ઊંઘે છે.
તે દર્શાવે છે કે, તેમાંથી લગભગ 25 ટકા લોકો છ કલાકથી પણ ઓછા સમય માટે સૂતાં હતાં. તેઓ કદાચ વહેલા પથારીમાં પડ્યાં હશે, પરંતુ ઊંઘની ગુણવત્તા અને સમયગાળો ઓછો હતો. રિસર્ચ મુજબ ઊંઘ ઓછી હોવાને કારણે 92 બીમારીઓનું જોખમ 20 ટકાથી વધુ વધી ગયું હતું.
નબળાઈના કારણો
હેલ્થ ડેટા સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઊંઘની લયમાં ખલેલ નબળાઈના ત્રણ ગણા વધેલાં જોખમ સાથે સંકળાયેલી છે અને ગેંગરીંગ જોખમને બમણું કરી શકે છે. રાત્રે 12:30 વાગ્યા પછી ઊંઘવાથી લીવર સિરોસિસનું જોખમ 2.57 ગણું વધી જાય છે.
ઊંઘમાં ખલેલ દરમિયાન ગેન્ગરીનનું જોખમ 2.61 ગણું વધી જાય છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઊંઘમાં ખલેલ પડવાથી શરીરમાં સોજો વધી શકે છે, જે અનેક રોગોનું મૂળ છે.
નિયમિત ઊંઘ લેવી જરૂરી છે
આ સંશોધનના વરિષ્ઠ લેખક પ્રો. શેંગફેંગ વાંગે કહ્યું કે, “સારી ઊંઘનો અર્થ માત્ર 7-8 કલાકની ઊંઘ જ નથી, પરંતુ દરરોજ કોઈ પણ જાતના વિક્ષેપ વિના એક સાથે શાંતિથી કલાક સૂઈ જવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.” બીજા શબ્દોમાં કહીએ તો ઊંઘનો લય જાળવવો જરૂરી છે.
ઉકેલ
સંશોધકોએ સલાહ આપી છે કે સારી ઊંઘનો અર્થ માત્ર કલાકો જ નહીં પરંતુ તેની નિયમિતતા એવો થાય છે. દરરોજે સૂવાનો એક સરખો સમય અને જાગવાનો સમય જાળવવો મહત્ત્વપૂર્ણ છે, જેથી ઊંઘ દરમિયાન જાગવાની ક્ષમતા ઘટાડી શકાય અને ઊંઘની ગુણવત્તાને પ્રાથમિકતા આપી શકાય.
આ સંશોધન એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે અનિયમિત ઊંઘથી થાક તો વધારે જ છે, પરંતુ ગંભીર બીમારીઓ પણ કરી શકે છે. હવે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું લોકોની ઊંઘમાં ખલેલ ન પડે અને તેઓ પૂરતાં સમય સુધી ઊંઘે તો તેનાથી બીમારીઓથી બચી શકાય કે નહીં. સાત વર્ષ સુધી 90,000થી વધુ લોકો પર નજર રાખવામાં આવી.
પાર્કિન્સન્સનું જોખમ 1.37 ટકા વધ્યું
ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 2.36 ટકા
3.22 ટકા કિડનીને નુકસાન થવાની શક્યતા