Mumbai,તા.17
ઓક્ટોબરમાં તહેવારોની રજા માણવા માટે સિનેમા પ્રેમીઓને ઘણા નવા વિકલ્પ મળશે. સિનેમા પ્રેમીઓ OTT પર નવી ફિલ્મો અને નવી વેબ સીરિઝ રિલીઝ થવાની રાહ જોતા હોય છે. એવામાં દર્શકો માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે. કારણકે આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં દિવાળીથી લઇને ઘણા તહેવારની રજાઓ મળશે. આ તહેવારોની રજામાં દર્શકો OTT પર રિલીઝ થનારી સીરિઝની મજા માણી શકે છે. તો ચાલો જાણીએ કે હૉલિવૂડની કઇ સીરિઝ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે.
હોલિવૂડની રોમેન્ટિક સીરિઝ ‘લવ ઇઝ બ્લાઇન્ડ સિઝન 9’ Netflix પર રિલીઝ થવાની છે. આ મલ્ટી સ્ટારર સીરિઝ 1 ઓક્ટોબરથી શરૂ થશે જેનો નવો એપિસોડ દર એક અઠવાડિયામાં રિલીઝ થશે.
રિચાર્ડ ડી’ઓવિડિયો અને જોન બોકેનકેમ્પ દ્વારા લખાયેલ સીરિઝ ‘ધ લાસ્ટ ફ્રન્ટીયર’ એક થ્રિલર-ડ્રામા સીરિઝ છે. આ સીરિઝ 10 ઓક્ટોબરથી Apple TV પર સ્ટ્રીમ થવા તૈયાર છે. ‘ધ લાસ્ટ ફ્રન્ટીયર’માં જેસન ક્લાર્ક, ડોમિનિક કૂપર, હેલી બેનેટ અને સિમોન કેસેલ પર નજર આવ્યા હતા.
પોલીટિકલ-થ્રિલર વેબ સીરિઝ ‘ધ ડિપ્લોમેન્ટ’ની ત્રીજી સિઝન જલદી રિલીઝ થવા જઇ રહી છે. કેરી રૂસેલ સ્ટાર આ સીરિઝ 16 ઓક્ટોબરે OTT પર સ્ટ્રીમ થવા તૈયાર છે. આ વેબ સીરિઝ Netflix પર જોવા મળશે. આ સીરિઝમાં રૂફસ સેવેલ, ડેવિડ ગ્યાસી, અલી આહ્ન, રોરી કિન્નિયર અને એસ્સાન્ડોહ પણ જોવા મળશે.
હરલાન કોબેન અને ડૈની બ્રોકલહર્સ્ટની સીરિઝ ‘લૈજારસ’ આવતા મહિને OTT પર રિલીઝ થશે. આ હોરર-થ્રિલર સીરિઝ 22 ઓક્ટોબરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ‘લૈજારસ’માં બિલ નિધી, એલેક્ઝેન્ડ્રા રોચ અને સેમ ક્લેફલિન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
હોરર સીરિઝ ‘ધ વિચર’ની ચોથી સિઝન Netflix પર રિલીઝ થશે. જોકે આ વખતે સીરિઝમાં હેનરી કેવિલની જગ્યાએ લિયામ હેમ્સવર્થ ગેરાલ્ટની ભૂમિકા ભજવશે. ત્યારે ફ્રેયા એલન, આન્યા ચાલોત્રા અને લોરેન્સ ફિશબર્ન પણ આ સીરિઝનો એક ભાગ છે. તમે 30 ઓક્ટોબરથી OTT પર ‘ધ વિચર સીઝન 4’નો આનંદ માણી શકશો.