France તા.30
ફ્રાન્સમાં તા.1 જુલાઈથી જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ આવી જશે. આઉટડોર સ્મોકીંગ એટલે કે માર્ગોથી લઈને જાહેર ટ્રાન્સપોર્ટ અને જાહેરસ્થળો પર આમ તમામ સ્થળોએ ધુમ્રપાન કરી શકાશે નહી અને તેનો ભંગ કરનાર પર 135 યુરો એટલે કે લગભગ 13 હજાર રૂપિયાનો દંડ કરાશે.
ફ્રાંસ દ્વારા ધુમ્રપાન સામે આકરી ઝુંબેશ શરુ કરાઈ છે. બફ સહિતના જાહેર ટ્રાન્સપોર્ટ, બગીચાઓ, બસસ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન તેમજ એરપોર્ટ અને આરોગ્ય સુવિધાઓના સ્થળો પર ધુમ્રપાનનો પ્રતિબંધ લાગુ છે.
1 જુલાઈથી જાહેરમાં પણ કોઈપણ સ્થળે ધુમ્રપાન કરી શકાશે નહી. ફ્રાન્સમાં તમાકુના ઉપયોગના કારણે દર વર્ષે 75 હજાર લોકો જીવન ગુમાવે છે.