Pune,તા.27
ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પીયનશીપ મેળવી તેમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનીંગ બેટસમેન સ્મૃતિ મંધાનાના લગ્ન એક સેલીબ્રીટી સ્ટેટસ ધરાવતા બની ગયા અને મહેંદી-હલ્દી રસમ સુધીનો બધું બરાબર ચાલતુ હતુ પણ અચાનક જ લગ્નના 48 કલાક પુર્વે જે રીતે સ્મૃતિના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેના થોડા કલાકોમાં જ સ્મૃતિના ભાવી પતિ પલાશ મચ્છલ પણ અસ્વસ્થ સ્વાસ્થ્યના કારણે હોસ્પીટલમાં દાખલ થયા બાદ કહાનીમાં નવો ટવીસ્ટ આવ્યો છે .
અને ચર્ચા છે કે પલાશના અન્ય મહિલા સાથેના સંબંધો ખુલ્લા થતા હવે આ લગ્ન થશે નહી પણ સ્મૃતિ મંધાના એકાએક એક ખોટી ચર્ચાનું કારણ બની ગઈ છે જે કયારે તેનો પીછો છોડશે તે પ્રશ્ન છે.
આ સેલીબ્રીટી ક્રિકેટર હમણા તો જાહેરમાં આવવાનું ટાળે છે અને અમિતાભ બચ્ચનના વિખ્યાત કૌન બનેગા કરોડપતિ શો માં તે હાજરી આપશે નહી. આ શોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ટીમના અનેક મહિલા ક્રિકેટર તથા કોચ આમોલ મજમુદાર પણ હાજર રહેશે પણ સ્ટાર સેલીબ્રીટી સ્મૃતિ નહી દેખાય.
તેણે ખુદે આ શોમાં હાજર નહી રહે તે જણાવી દીધું છે. હવે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાના તો સ્વસ્થ થઈને ઘરે પરત પણ આવી ગયા છે અને સ્મૃતિએ તેના સોશ્યલ મીડીયા હેન્ડલ પરથી લગ્ન સંબંધી તમામ પોસ્ટ પણ હટાવી દીધી છે તેટલું જ નહી તેના સાથી ક્રિકેટરોએ પણ પોતાના સોશ્યલ મીડીયા હેન્ડલ પર સ્મૃતિના લગ્ન સંબંધી પોસ્ટ દુર કરી છે.

