તસ્કરે એન્ટ્રી ગેટથી માંડી પ્રિન્સિપાલ ચેમ્બર સુધીના કેમેરા તોડી નાખ્યા બાદ ચોરીને અંજામ આપ્યો
Rajkot,તા.21
શહેરના બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા છે. શાળાના એન્ટ્રી ગેટથી માંડી પ્રિન્સિપલ ઓફિસ સુધીના કેમેરા તોડી ડ્રોવરમાંથી રૂ. 39,000ની રોકડ ઉઠાવી જનાર તસ્કરની તાલુકા પોલીસે શોધખોળ શરૂ કરી છે. કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રવિ પાર્કમાં રહેતા અને બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા દર્શનભાઈ ખીમશંકરભાઈ દવે (ઉ.વ.52)એ તાલુકા પોલીસમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગઈકાલે ક્રિષ્ના સ્કુલ ખાતે મારી ઓફીસમા જોયુ તો ટેબલ ઉપર પુસ્તકો અસ્ત-વ્યસ્ત પડેલા હતા અને ઓફીસનો કેમેરો તુટેલી હાલતમાં મારા ટેબલ ઉપર પડેલ હતો. ઉપરાંત ટેબલ ઉપરનુ કોમ્પ્યુટર ઉંધુ પડેલ હતુ અને મારી બાજુમા રહેલ પ્રાયમરીના પ્રિન્સીપાલનુ ટેબલ આડુ કરેલ હાલતમાં મળી આવ્યું હતું જેથી મને ચોરી થયાની આશંકા થઇ હતી. બાદમાં પ્રાયમરી વિભાગના પ્રિન્સીપાલ પ્રવીણાબેન પટેલના ટેબલના લોકવાળા બે ડ્રોવરમાથી એક ડ્રોવર ખુલ્લુ જોવા મળતા મે તરત જ પ્રવિણાબેનને ફોન કરી જાણ કરતા પ્રવીણાબેન સ્કૂલે આવેલ અને તેમણે તેમના ખાનામાં રાખેલ રકમનો હીસાબ કરતા તેમણે ડ્રોવરમાં ગઈ કાલે બાળકોની આવેલ ફીના રૂ. ૩૯, ૧૦૦ ચોરાઇ ગયેલનું જાણવા મળેલ હતું.જે બાદ ટ્રસ્ટી મંડળ અને પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસના પીએસઆઈ એમ એચ મહારાજે તપાસનો ધમધમાટ શરૂ કરી તસ્કરને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.