Surendranagar, તા.15
સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી પંથકમાં ગ્રામ્યમાં વર્ષ 2023માં વીજ વાયરોની ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીને આધારે મોરબીમાંથી ઝડપી લઈ મુળી પોલીસના હવાલે કર્યો છે.જિલ્લામાં વિવિધ ગુના આચરી પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા જઙએ કડક સુચના આપી છે.
ત્યારે મુળી પંથકમાં વીજ કંપનીના વાયરોની ચોરીના બનાવમાં 2 વર્ષથી ફરાર આરોપીને પીઆઈ જે.જે. જાડેજાના માર્ગદર્શનથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો છે. વધુમાં મળતી માહીતી મુજબ મુળી તાલુકાના સરા સબ ડીવીઝન વિભાગના 66 કે.વી. વીરપર સબ સ્ટેશનમાંથી નીકળતી સાગધ્રા ખેતીવાડી વીજ ફીડરના વીભાજન માટે ઉભી કરે લીંક લાઈનનો 5373 મીટર વાયર કિંમત રૂ. 91,327નો બોલેરો કારનો ચાલક અને બે અજાણ્યા શખ્સો ગત સપ્ટેમ્બર 2023માં ચોરી કરીને લઈ ગયા હતા.
આ અંગે જુનિયર ઈજનેર શ્રોણીક પટેલે મૂળી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસના બે વર્ષથી ફરાર આરોપી મુળ થાનના નવાગામના અને હાલ મોરબીના રંગપરમાં રહેતા મુનાભાઈ ગફુરભાઈ રાણગાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો છે. આ શખ્સને મૂળી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.