ગુનેગારો સામે આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વો માં ફાફડાટ
Gondal,તા.05
ગોંડલ ના ગોમટા ચોકડી પાસેથી ગોંડલતાલુકા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે તસ્કર ને ઝડપી દસ મહિના જૂની મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ ની સર્વલેન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોમટા ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ પર એચ એફ ડિલક્સ બાઈક સાથે કિશોર શામજીભાઈ ડાભી જેતપુર પીપળવા વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે ૧૦મહિના પહેલા ભેસાણ થી ચોરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ૨૩૦૦૦ ની કિંમતની મોટરસાયકલ સાથે કિશોર ડાભીને ઝડપી લઇ ૧૦મહિના જૂની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો આ કામગીરીમાં પીઆઇ એડી પરમાર, અને ટીમના આર એચ બોહરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશનભાઇ ચાવડા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાધલ, જયદીપ ધાધલ, ભગીરથભાઈ વાળા, પૃથ્વીરાજસિંહ ડોડીયા, અશ્વિનભાઈ તાવિયા એ જહેમત ઉઠાવી હતી.