ગુનેગારો પર પોલીસની આકરી કાર્યવાહીથી ફફડાટ
Rajkot,તા.01
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિલકત સંબંધી ગુનાઓના ઝડપી ડિટેકશન માં ટેકનોલોજી અને બાતમીદારોના નેટવર્ક નો ઉપયોગ કરવાના આદેશના પગલે ભક્તિનગર તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુનાઓ ઈ ગુજકોપ અને બાતમીદારો ની મદદથી ઉકેલી લેવામાં થોરાળા પોલીસ સફળ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ,નાયબ પોલીસ કમિશનર સજ્જન્સીહ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર વિ,વિ જાદવ ની સૂચનાથી ભક્તિનગર અને ગાંધીગ્રામ મા નોંધાયેલ મોટરસાયકલ ચોરીની ફરિયાદો નો ભેદ થોરાળા પોલીસે ઉકેલી લીધો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ થોરાળા પીઆઇ એન,જી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ના પી.એસ.આઇ એમ એસ મહેશ્વરી દ્વારા ડિટેક્ટ ગુનાઓ ઉકેલવા ની કામગીરી દરમિયાન ઇ ગુજકોપ અને બાતમી દારોને કામે લગાડી ભક્તિનગર અને ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ને આરોપી રોહીત ઉર્ફ ગટ્ટુ મુન્નાભાઈ શામજીભાઈ વજકાણી૨૦ રહે ગંજીવાળા શેરી નંબર ૭ મહાકાળી ચોક રાજકોટ ને ઝડપી લઇ બે સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો