ક્રાઈમ બ્રાન્ચે ભંગારના ધંધાર્થીએ દસ દિવસ પહેલા ભગવતી પરાના પુલ નીચેથી ચોર્યાની કબુલાત: 65,000 નો મુદ્દામાલ કબજે
Rajkot,તા.23
શહેરમા જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે થી ક્રાઈમ બ્રાન્ચે ચોરાવ બાઈક સાથે અનિલ ભોણીયા ની ધરપકડ કરી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલ રૂપિયા 65,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે ઝડપાયેલા બાઈક દસ દિવસ પૂર્વે પારવડી ચોક નજીક ભગવતી પરા ના પુ લ નીચેથી ચોર્યાની કબુલાત આપી છે.
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ એમઆર ગોંડલીયા એમ.એલ ડામોર અને સીએચ જાદવ સહિતના સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રેફ્યુજી ફોલોની ક્વાર્ટર માં રહેતો અનિલ કાકુ ભોણીયા નામનો જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની કોન્સ્ટેબલ મહાવીરસિંહ ગોહિલ ,સંજયભાઈ અલગોતર અને પોપટભાઈ ગમાર ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ સી વી ચુડાસમા, એ.એસ.આઇ વિજયભાઈ સોઢા અને હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ અને મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી બે બાઈક સાથે અનિલ ભોણીયા ની અટકાયત કરી બંને બાઈક ના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ચોરઉ હોવાનું ખુલતા પોલીસે અનિલ ભોણીયાની આખરી પૂછપરછ કરતા તેને દસ દિવસ પહેલાં પારેવડી ચોક પાસે ભગવતી પરા ના પૂલ નીચેથી બાઈક ચોર્યાની કબુલાત આપી હતી પોલીસે રૂપિયા 65000 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.