Rajkot. તા.06
લીલાખા વિજ સબ સ્ટેસમાંથી ચોરી કરવાનાના ગુનામાં નાસતા ફરતા રાજકોટના તસ્કરને દેરડી ગામના ખુશ્બુ સર્કલ પાસેથી સુલતાનપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા વડા વિજયસિંહ ગુર્જરએ મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે અંતર્ગત સુલતાનપુર પોલીસ મથકના પી.આઈ. જે.એ.ખાચરની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સંજય જેસિંગભાઈ ચૌહાણ(ઉં વ 21)(રહે રાજકોટ, આજીડેમની બાજુમાં અમૂલ કારખાનાની બાજુમાં આવેલ યુવરાજનગર શેરી નંબર 02, ઝૂંપડપટ્ટીમાં) હાલ દેરડી ગામે ખુશ્બુ સર્કલ પાસે હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને ખુશ્બુ સર્કલ પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ ગોંડલના લીલાખા ગામે આવેલ વિજ સબ સ્ટેસનમાંથી રૂ.1.38 લાખના ત્રણ રીએક્ટરની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો.