Junagadh તા.7
જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન નીચેના દોલતપરા વિસ્તારમાં રહેણાંક મકાનને અજાણ્યા ઈશમે રોકડ-સોનાના દાગીના સહીત કુલ રૂા.1,32,000 હજારની મતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે.
દોલતપરા મસીરામ બાપુના મંદિર પાસે રહેતા ફરિયાદી રાજેશભાઈ મણીભાઈ ગોહેલ (ઉ.41)ના રહેણાંક મકાનના ડેલાનું તાળુ તોડી રૂમનો નકુચો તોડી કબાટમાંથી રોકડા 60000 હજાર ખીતીએ ટીંગાડેલ થેલીમાંથી રોકડ રૂા.50000 હજાર, સોનાના બે પાટલા રૂા.20000 હજાર સોનાના દાણા નંગ 1, રૂા.2000 મળી કુલ રૂા.1,32,000ની મતાની ચોરી કરી કોઈ અજાણ્યો ઈશમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પીએસઆઈ એ.એચ.માધવાચાર્ય એ તપાસ હાથ ધરી છે.