Gondal. તા.18
બનાવ અંગે ગોંડલના મોવિયા રોડ પર ફૂલવાડી રેસિડેન્સીમાં રહેતાં હસનૈનભાઈ એજાજભાઇ ગરાણા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને ગોંડલ મોવિયા રોડ, ઉપર ફુલવાડી કોમ્પલેક્ષ, બાલાજી ફેબ્રીકેશનની પાછળની શેરીમા આવેલ વાલ્મોની ઓફીસમા મેનેજર તરીકે નોકરી કરે છે.
ગઈકાલે સવારના તે ઓફીસે આવેલ અને તા. 16 ના ઓફીસના હિસાબના રૂ. 1,36,100 રોકડા પૈસા હતા જે ઘરેથી લઈને ઓફીસે આવેલ હતો અને ઓફીસમા ટેબલના ખાનામા રાખેલ હતા. બાદમાં તેઓ અને કર્મચારીઓ ઓફીસનુ રોજીંદુ કામ કરવા લાગેલ હતાં. ત્યારબાદ બપોરના અગીયારેક વાગ્યે તેમની તબીયત સારી ન હોય જેથી ઓફીસના રૂપીયા ટેબલના ખાનામા રાખી
ઓફીસમા સ્ટાફના માણસોને કહેલ કે, આ રૂપીયા ટેબલના ખાનામા રાખેલ છે, જે સી.એમ.એસ. કંપનીના માણસો લેવા આવશે તેને આપી દેજો તેમ કહિ ઘરે જતો રહેલ ત્યારબાદ બપોરના સમયે સ્ટાફના સાગરભાઈ સોંદરવાનો ફોન આવેલ કે, હું બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ઓફીસ બંધ કરી ચાવી ઓફીસના પગથીયા પાસે પત્થર નીચે રાખી જમવા ગયેલ અને જમીને પરત ઓફીસે આવેલ તો આપડી ઓફીસનું શટર અડધુ ખુલ્લુ અને ઓફીસના ટેબલનુ ખાનુ ખુલ્લુ છે.
જેથી તુરતજ તે ઓફીસે આવેલ અને જોયુ તો ઓફીસનુ શટ્ટર અડધુ ખુલ્લેલ હાલતમાં અને તેનુ તાળુ બાજુમા પડેલ હતુ. જેથી ઓફીસની અંદર ગયેલ અને ટેબલના ખાનામા રોકડ રૂ. 1,36,100 રોકડા રાખેલ હતા તે જોવામા આવેલ નહિ જેથી કોઈ અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.