Morbi,તા.26
મોરબીમાં ચોર તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં શહેરની સોસાયટીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહીત ૧.૯૬ લાખની મત્તા ચોરી ગયા હતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (ઉ.વ.૬૭) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ જુલાઈના રોજ ફરિયાદી તેના પત્ની અને પુત્ર સહિતના નીચે મકાનને લોક મારી ઉપર સુવા ગયા હતા સવારે ઉઠી રૂમનો દરવાજો ખોલવા જતા કોઈએ બહારથી બંધ કર્યો હતો જેથી બૂમો પાડતા પાડોશી મંજુબેન ઉપાધ્યાય આવ્યા હતા અને મકાનમાં સામાન વેરવિખેર હતો કબાટ અંદર રાખેલ સામના જોતા બે સોનાની બંગડી વજન આશરે ૨૦ ગ્રામ કીમત રૂ ૨૯,૦૦૦ મંગલસૂત્ર આશરે ૧૨ ગ્રામ કીમત રૂ ૨૩,૦૦૦ સોનાનો ચેઈન વાંજ આશરે ૨૦ ગ્રામ કીમત રૂ ૨૯,૦૦૦ સોનાની બંગડી નંગ ૦૨ આશરે ૧૨ ગ્રામ કીમત રૂ ૨૫,૦૦૦ સોનાની વીંટી આશરે ૦૩ ગ્રામ કિંત રૂ ૧૦,૦૦૦ સોનાની બુટી ડાયમંડવાળી નંગ ૦૨ કીમત રૂ ૩૦૦૦, ચાંદીની પેન કીમત રૂ ૧૫૦૦ અને રોકડ રૂ ૪૦,૦૦૦ જોવા મળ્યા ના હતા
તેમજ રીલીફનગરમાં રહેતા મિત્ર દીપકભાઈ પ્રભુલાલભાઈ મહેતાના મકાનમાંથી ચાંદીની ચેન ૧૦ ગ્રામ કીમત રૂ ૨૦૦૦, લેડીઝ સોનાની વીંટી નંગ ૦૩ વજન ૧૦ ગ્રામ કીમત રૂ ૬૫૦૦, સોનાના પાટલા કીમત રૂ ૭૦૦૦ અને નાકની ચૂંક અને રોકડ રકમ તથા રામજીભાઈ માવજીભાઈ પરમાર રહે શાંતિવન સોસાયટી વાળાના મકાનમાંથી કાનના દાણા, ચાંદીના સાંકડા, રોકડ રૂ ૩૦૦૦ સહિતનો મુદામાલ સહીત કુલ રૂ ૧,૯૬,૦૦૦ ની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે