Jamnagar તા ૨૭
જામનગરમાં પવન ચક્કી વિસ્તારમાં ઈલેક્ટ્રીક ના માલ સામાનની ઓફિસ અને દુકાન ધરાવતા સુભાષભાઈ હીરાલાલભાઈ શાહ નામના વણિક વેપારીએ પોતાની દુકાન બહાર એક ઇલેક્ટ્રીક ની મોટર રાખી હતી,જેને ફરતો ૩૦ મીટર જેટલો વાયર પણ વીંટાળેલો હતો.
જે ઇલેક્ટ્રીક વાયર સાથેની રૂપિયા ૪૫,૦૦૦ ની કિંમતની મોટરની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. આ ઉપરાંત તસ્કરો એ દુકાનની બહાર લગાડેલા સીસીટીવી કેમેરાઓ પણ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.
જેથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા તસ્કરો સામે ઇલેક્ટ્રિક મોટર ની ચોરી તેમજ સીસીટીવી કેમેરા ની તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.