Surat,તા.૧૭
સુરતથી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે. વિગતો મુજબ હત્યાનાં પ્રયાસનાં ગુનામાં અને ખંડણીનાં ગુનામાં સતત કોર્ટમાં ગેરહાજર રહેવું કીર્તિ પટેલને ભારે પડ્યું છે. અગાઉ ગુનામાં નાસતી ફરતી કીર્તિ પટેલને પોલીસે પકડી જેલને હવાલે કરી હતી. જે બાદમાં હવે સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલનાં જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. હાલ કીર્તિ પટેલ ખંડણીનાં ગુનામાં જેલમાં બંધ છે.
સુરતમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો અને ખંડણીનો ગુનો નોંધાયા બાદ પુણા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટમાં સતત ગેરહાજર હોવાથી કીર્તિ પટેલના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ સરકારી વકીલ દ્વારા કીર્તિ પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવા રજૂઆત કરી હતી. આ તરફ રજૂઆત બાદ કોર્ટે આરોપી કીર્તિ પટેલના જામીન ના મંજુર કરવા હુકમ કર્યો હતો.
અંદાજીત એક વર્ષ પહેલાં ટિકટોક સ્ટાર કહેવાતી કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં એક બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા મામલે કીર્તિ સામે ફરિયાદ થઇ હતી. જોકે છેલ્લા ૧૦ મહિનાથી નાસતી-ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી હતી. આ તરફ કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.