Jamnagar,તા ૨૭
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેરના યુવાઓ ને ડ્રગ્સ ના નશાથી દૂર રાખવા માટેના વિશેષ સેમિનારો ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને આજે ૨૬ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણીના ભાગરૂપે શહેરની બે કોલેજોમાં વિશેષ સેમીનાર રાખવામાં આવ્યા હતા.
જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. બી.એન. ચૌધરી અને તેઓની ટીમ ઉપરાંત સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજ તેમજ હરિયા કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યા હતા.
જેમાં સ્લાઇડ ના માધ્યમથી વિદ્યાર્થીઓને ડ્રગ્સ ના નશાથી દૂર રહેવાની અને તેનાથી થતી નુકસાની અંગેની જાણકારી અપાઇ હતી, સાથો સાથ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને સેમિનારમાં બહોળી સંખ્યામાં કોલેજીયન વિદ્યાર્થીઓ જોડાયા હતા.