Surendaranagar, તા.27
સુરેન્દ્રનગર જિલ્લાની રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોટલો વારંવાર વિભાગમાં આવતી હોય છે અને હોટલોમાં તપાસ દરમિયાન વારંવાર ગેરરીતિઓ પણ ઝડપાતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસ દ્વારા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ ચોટીલા નજીકથી શિવ લહેરી હોય હોટલના ગ્રાઉન્ડમાં નવી બની રહેલી હોટલ પાસે લાલાભાઇ મંગળભાઈ કાઠી દ્વારા જ્વેલંદશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી અને તે આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
ટાટા ટ્રકમાં ફ્યુલ પમ્પ ફીટ કરી અને હરતું ફરતું હાઇવે ઉપર પેટ્રોલ પંપ ચલાવવામાં આવી રહ્યો હતો અને તે સમગ્ર ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું હતું આ આધારે અન્ય કેટલાક તપાસમાં ધડાકાઓ થયા છે જેમાં પપ્પુ ચોકીદાર જે રાખવામાં આવેલો હતો.
તેના દ્વારા હોટલના કમ્પાઉન્ડમાં વાહનો ઉભા હોય તે દરમિયાન વાહનોમાંથી પેટ્રોલ ડીઝલ ઇલેક્ટ્રિક મોટરથી કાઢી અને ત્યારબાદ ઓછા ભાવે વેચાણ કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે આ સંદર્ભે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ સુરેન્દ્રનગર એસઓજી ટીમે ઝડપી લીધી છે..
100 લીટર ડીઝલ તેમજ મહિન્દ્રા કંપનીની યુટીલીટી ગાડી તેમજ ગેરકાયદેસર રીતે ડીઝલનો બનાવવામાં આવેલો પંપ સમગ્ર ગેરકાયદેસર ચલાવવામાં આવતા પંપની સાધન સામગ્રી જપ્ત કરી અને 4. 66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે..

