મેળાના મેદાનમાં સ્ટોલ ખરીદવા ઈચ્છુક ધારકોને નિયમ-કાળજી અંગે સમજણ અપાઈ
મેળામાં કઈ સુવિધાઓ હશે તે મેપથી માહિતગાર કરાયા
Prabhas-Patan, તા.૨૭
વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાની તૈયારીનો વિધીવત રીતે આજે પ્રારંભ કરાયો બાયપાસ સદભાવના મેદાનમાં તા.૧૧ નવે.થી ૧૫ નવે. સુધી યોજાનાર પંચદિવસીય મેળામાં સ્ટોલ લેવા ઈચ્છુક ધારકો માટે મેળાના મેદાનમાં ખાસ મંડપ ખડો કરાયો હતો. જેમાં સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર ઉપસ્થિત રહ્યું હતુ.
અંદાજે ૧૫૦ જેટલા સ્ટોલ્સો મેળામાં યોજાશે જ્યારે ગ્રામઉદ્યોગ-હાથશાળ-જેલ ભજીયા સાંસ્કૃતિક કલાકારો-પ્રદર્શનોને પણ આમંત્રણ અપાયા છે. મેળા મેદાન ખાતે કાચા સ્ટોલ ઉભા કરી પ્રત્યક્ષ નિર્દેશન તથા બે સ્થળે મેપ મુકી માહિતગાર કરાયેલ છે. મેળામાં પ્રર્ફોમીંગ સ્ટેજ, સાંસ્કૃતિક પ્રોગ્રામ, પીવાના પાણી વ્યવસ્થા, આઈસ્ક્રીમ પાર્લર વિભાગ, સ્ટેન્ડ બાય ફાયર બ્રિગેડ-૧૦૮, ઈમજરન્સી રોડ, આવક-જાવકના અલગ રસ્તાઓ, ૩૬૫૦૦ સ્કેવર મીટરમાં કાર પાર્કીંગ, ૭૩૧૪૦ મીટરમાં રાઈડસ, ૪૫.૦૦૫૦.૦૦ મીટરમાં ઈન્ડેક્ષ સ્ટોલ, ફુડ સ્ટોલ, મેળામાં ૩૮ મીટરનો અને સાઈડનો ૯ મીટરનો રોડ અને મેળાના સમાપન દિવસ કાર્તિક પૂર્ણિમાએ સોમનાથ મહાદેવનુ મંદિર રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લુ રહેશે જેનો દર્શનલાભ મળશે.
મેળાના સ્ટોલ ઈચ્છુક કે મેળવનારાઓને ફોર્મમાં અને માઈક સંબોધનમાં ખાસ અપીલ કરવામાં આવી છે કે સરકારના જે કંઈ નિયમો-લાયસન્સો-સલામતીના પગલાઓ-વિદ્યુત જોડાણને ઈલેકટ્રીકલ ઈન્સ્પેટકર પાસે નિરીક્ષણ લાગુ પડતા સ્ટોલોએ કરાવવાનુ રહેશે. અલ્પાહાર સહિત તમામ સ્ટોલ ધારકો સફાઈ રાખવી, કચરા પેટીનો ઉપયોગ કરવો, શિષ્ટ અને સંસ્કાર મનોરંજન જ પીરસવું.
મેળામાં મેદાનમાં અલગથી વાહન પાર્કિંગ સ્ટેન્ડ બાય જનરેટર-પુછપરછ ઓફીસ-હંગામી ટોયલેટ વ્યવસ્થા ગોઠવાયેલ છે. મેળામાં દરરોજ રાત્રે દેશ-ગુજરાતના જાણીતા કલાકારોના લોકડાયરા-સાંસ્કૃતિક કાર્યક્રમો-સંગીતનું આયોજન થઈ રહ્યું છે જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એસ.ટી. અને સીટી બસ વ્યવસ્થા અંગે પણ આયોજન કરાઈ રહેલ છે.