Rajkot,તા.08
શહેરના કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં આવેલ નવાગામ પંચાયત વાડી શેરી નંબર ૨ માં રહેતા સફાઈ કામદાર પરિવારમાં સગી માતા પર ચરિત્રની શંકા કરી પુત્ર એ હુમલો કર્યાનો બનાવ નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ પંચાયત વાળી શેરી માં રહેતા અને સફાઈ કામ કરી પેટીયુ રડતા સોનલબેન સંજયભાઈ પરમાર ૩૯ ને ગઈકાલે રાત્રે ૧૧ વાગે સગા પુત્ર શાહીલે ઝઘડો કરી પાઇપ તે હુમલો કરતા સોનલબેન ને મોડી રાત્રે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.સોનલબેન ના કાકા રાજુભાઈએ જણાવ્યું હતું કે સોનલબેન ના પતિ ના મોત બાદ સોનલબેન ઘરનું ગુજરાન ચલાવે છે, તેના પુત્ર સાહિલ સગી જનેતા સોનલબેન પર ચરિત્ર અંગે શંકા કરી ઘરમાં માથાકૂટ કરે છે , ગઈકાલે પણ તેણે પુત્ર ધર્મ ભૂલીને માતા પર પાઇપ થી હુમલો કરી બીજા કરી હતી આ અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે