Mumbai,તા.02
સિંગર ગુરુ રંધાવાના તાજેતરના એક મ્યુઝિક વિડીયો સામે ઓનલાઈન ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને હવે એકટ્રેસ સોનમે પણ સમર્થન આપ્યું છે.
સોનમે આ વિડીયો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ, તેણે આ વિડીયોના વિરોધમાં થયેલી એક પોસ્ટને લાઈક કરી હોવા તરફ ચાહકોનું ધ્યાન ગયું છે.
ગુરુ રંધાવાના આ વિડીયોમાં સ્કૂલ ગર્લ્સનું અભદ્ર રીતે ચિત્રણ કરાયું છે. તેમાં સ્કૂલ ગર્લ્સ માટે અનુચિત શબ્દ પ્રયોગો કરાયા છે અને સ્કૂલ ગર્લ્સ માટે વિકૃત દ્રષ્ટિથી જોવાની વાતને પ્રમોટ કરાઈ છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. સંખ્યાબંધ સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા જણાવાયુ ંછે કે આ મ્યુઝિક વિડીયો પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેનાથી સમાજમાં ખોટો મેસેજ જાય છે. ટિનેજર્સ આ પ્રકારના વિડીયો વધારે જોતા હોય છે અને તેઓ એવું માની બેસશે કે સ્કૂલ ગર્લ્સને કામૂક રીતે જોવી તેમાં કશું ખોટું નથી.