Mumbai,તા.17
સોનુ સુદ હાલ ઉપરાછાપરી પ્રોપર્ટી સોદા કરી રહ્યો છે. બે મહિના પહેલાં તેણે મુબઈના અંધેરીમાં અઢી કરોડથી વધુનો ફલેટ ખરીદ્યો હતો. હવે તેણે મુંબઈ પાસે પનવેલમાં એક કરોડથી વધુની જમીન ખરીદી છે.
સોનુ સુદે શિરોડનમાં આ પ્લોટ લીધો છે. તે માટે તેણે કુલ ૬.૩ લાખ રુપિયા સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. સોનુ સુદના પુત્ર ઇશાને, ઓગસ્ટ ૨૦૨૫માં અંધેરી પશ્ચિમમાં ૨.૬ કરોડ માં ૧૦૬૦ ચોરસ ફૂટનો ફલેટ ખરીદ્યો હતો.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં અમિતાભ બચ્ચને અલીબાગમાં પણ પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કર્યું હતું.