Durban, તા.24
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટર કિવંટન ડિ કોકે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી છે. આથી પાકિસ્તાન પ્રવાસની દ. આફ્રિકાની વન ડે અને ટી-20 ટીમમાં ડિકોકનો સમાવેશ કરાયો છે. ડિ કોકે વર્ષ 2023 વર્લ્ડ કપ બાદ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. દ. આફ્રિકા તરફથી તે આખરી ઇન્ટરનેશનલ મેચ બારબાડોસમાં 2024મા ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ હતો. જો કે તેણે ટી-20માંથી નિવૃત્તિની ઘોષણા કરી ન હતી. આ પછીથી તે આફ્રિકાની ટીમની બહાર હતો. દુનિયાભરની લીગમાં સક્રિય ક્વિંટન ડિકોક હવે આફ્રિકા તરફથી લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તેણે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાનું જાહેર કર્યું છે.
ડિકોક 1પપ વન ડે મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 4પ.74ની સરેરાશથી અને 96.64ની સ્ટ્રાઇક રેટથી 6770 રન કર્યાં છે. જ્યારે 92 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 138.32ની સ્ટ્રાઇક રેટથી 2પ84 રન બનાવ્યા છે.