Mumbai,તા.૧૪
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે ઉ્ઝ્ર ની ફાઇનલ ૧૧ જૂનથી લોર્ડ્સ ખાતે રમાશે. આ ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આજે એટલે કે ૧૩ મે એ ફાઇનલ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ છે અને બંને ટીમોએ પોતપોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા પોતાની ટીમની જાહેરાત કરી હતી અને હવે દક્ષિણ આફ્રિકાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે. ઝડપી બોલિંગનું નેતૃત્વ કાગીસો રબાડા, ડેન પેટરસન અને લુંગી ન્ગીડી કરશે, જેઓ ઓક્ટોબર ૨૦૨૪ પછી પહેલીવાર ટેસ્ટ ટીમમાં પાછા ફર્યા છે. ઓલરાઉન્ડર માર્કો જેન્સન, વિઆન મુલ્ડર અને કોર્બિન બોશને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ફાઇનલ માટેની ટીમમાં કેશવ મહારાજ અને સેનુરન મુથુસામીના નામથી બે સ્પિનરોનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાએ ટોપ ઓર્ડરમાં એડન માર્કરામ, ટોની ડી જ્યોર્જી, રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ બેડિંગહામનો સમાવેશ કર્યો છે, જ્યારે કાયલ વેરેનને વિકેટકીપર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી હતી, જેમાં આ શક્તિશાળી ઓલરાઉન્ડર ૬ મહિના પછી પાછો ફર્યો છે. પીઠની સર્જરી બાદ સંપૂર્ણ ફિટનેસમાં પાછા ફર્યા બાદ કેમેરોન ગ્રીન ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. યુવા ઓપનર સેમ કોન્સ્ટાસને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ આ મુજબ છેઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, કોર્બિન બોશ, ટોની ડી જ્યોર્જિયો, માર્કો જાનસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, લુંગી ન્ગીડી, ડેન પેટરસન, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કાયલ વેરેન.
વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ નીચે મુજબ છેઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ્ટાસ, મેટ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
ટ્રાવેલિંગ રિઝર્વ – બ્રેન્ડન ડોગેટ.