Surendranagar, તા.24
ગુજરાત રાજ્યમાં સૌથી ચર્ચિત કેસ ગણાતો અને ગોંડલમાં રાજકુમાર જાટ ના મોતના મામલે હવે ફરી એક વખત તપાસ શરૂ કરવામાં આવી છે થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકુમાર મોત મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી જેડી પુરોહિત ને આ મુદ્દે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર તપાસ છે તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા હાલમાં શરૂ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તપાસ સોંપવામાં આવ્યા બાદ હવે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરખાતે બોલાવવામાં આવ્યા છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા અને પાવભાજી નો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટ આક્ષેપ કર્યા હતા કે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે મોટેથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના બંગલા સામેથી પસાર થતા હતા.
ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા તેની સાથે રહેલા અંદાજિત 10 જેટલા માણસોએ માર માર્યો હતો અને ત્યારબાદ બંને ઘરે જતા રહ્યા હતા બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરનારના પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી અને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી..
આ દરમ્યાન ત્રણ માર્ચ 2025 ના રોજ મધ્યરાત્રીએ કુવાડવા નજીક વાહન હડફેટે ઇજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના યુવક વચ્ચે સામ્યતા જણાવતા એ દિશામાં તપાસ કરવામાં આવતા તે રાજકુમાર હોવાનું સામે આવવા પામ્યું હતું.
પરંતુ ત્યારબાદ હત્યા કરાઈ હોવાના ગંભીરાક્ષેપો થયા હતા અને હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર બાબતની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ને સોંપવામાં આવી છે અને હાલ તપાસ ફરી એક વખત શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઇ અને ગણેશ ગોંડલ અને તેની સાથે રહેલા અંદાજિત 7 થી 10 લોકોને સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા પ્રથમ તબક્કાની માહિતી અને પૂછપરછ સુરેન્દ્રનગર પોલીસ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે આ સંદર્ભે ગત મોડી સાંજે ગણેશ ગોંડલ સહિત 7 થી 10 લોકો સુરેન્દ્રનગર એસપી ઓફિસે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જ્યારે પણ પોલીસ બોલાવશે તપાસમાં સહયોગ આપીશું – ગણેશ ગોંડલ
ગણેશ ગોંડલ અને તેની સાથે રહેલ ઇસમોને સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે ગણેશ ગોંડલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે પણ પોલીસ બોલાવશે ત્યારે તપાસમાં સહયોગ આપીશું પોલીસને પૂરતો સહયોગ આપીશું અને નિર્દોષ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે વધુ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

