રોયલ વેલનેસ સ્પાના માલિક ભરતે બોડી મસાજ કરતી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા : પીડિતા અન્ય સ્પામાં કામે લાગી જતાં આરોપીએ ત્યાં ધસી જઈ ફડાકા ઝીંક્યા
Rajkot,તા.31
રાજકોટમાં સ્પાનો સંચાલક હવસખોર બન્યો હોય તેમ મહિલાને બળજબરીથી ટેબલ પર સુવડાવી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ હતી. પંચાયત ચોક પાસે આવેલ રોયલ વેલનેસ સ્પાના માલિક ભરત નામના શખ્સે સ્પામાં બોડી મસાજના કામે આવતી મહિલાને મારે સેક્સ જ કરવું છે કહીં દેહ ચૂંથી વાત કોઈને કહીશ તો પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મહિલા અન્ય સ્પામાં કામે લાગી જતાં આરોપીએ ત્યાં ઘસી જઈ ફડાકા ઝીંકતા યુની. પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટ શહેરમાં રહેતા 40 વર્ષીય પરિણીત મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં પંચાયત ચોક પાસે આવેલ રોયલ વેલનેસ સ્પાના માલિક ભરત નામના શખ્સનું નામ આપતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ગઈ તા.૩૦-૦૪ ના તે સવારના આશરે દસેક વાગ્યા બાદ વેલનેસ સ્પામાં નોકરી પર ગયેલ હતી અને ત્યાં તેણી બોડી માસજનું કામ કરે છે. ત્યારે ભરત ત્યાં આવેલ અને જણાવેલ કે, મારે બોડી મસાજ મસાજ નથી કરવું, મારે સેક્સ કરવું છે, જેથી તેણી આવું કામ નથી કરતી તેમ કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો અને તેણીને બળજબરીથી પકડીને ત્યાં રહેલ ટેબલ પર ધરાવીથી સુવડાવી દીધેલ અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હતો. તેમજ તેણી ત્યાંથી જતી હતી ત્યારે આરોપીએ ધમકી આપેલ કે, આ વાતની જાણ કોઈને કરીશ તો તને તેમજ તારા દીકરાને રાજકોટમાં નહીં રહેવા દઉં.તેમજ બીજા દિવસે આરોપીએ મહિલાને તેના સ્પા ખાતે બોલાવેલ અને આરોપીની બીજી સ્પાની બ્રાન્ચ બિગ બજાર પાસે આવેલ હોય ત્યાં તેણીને લઈ ગયેલ હતો. ત્યાં આરોપીએ મહિલાને અફીણની ગોળી બતાવેલ અને જે ખાવાથી મજા આવશે તેવું જણાવેલ હતું. જેથી ડઘાઈ ગયેલ મહિલાએ ના પાડેલ હતી અને તેણી ડરી જતા તેના ઘરે જતી રહેલ હતી.જે બાદ ફરીયાદી મહિલા બીજી જગ્યાએ આવેલ સ્પાર્ક વેલનેસ સ્પામાં નોકરી પર લાગી ગયેલ હતી અને ત્યાં તેણી હાજર હતી ત્યારે આરોપી ત્યાં પણ ઘસી આવ્યો હતો અને મહિલાને કહેલ કે, તે મારી સ્પામાં નોકરી કેમ મૂકી દીધેલ તેમ કહીં ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો આપી ફડાકા ઝીંકી દિધેલ હતાં. તેમજ તું બહાર નીકળ એટલે તને પતાવી દેવી છે અને તું રાજકોટ છોડીને નહીં જા તો તને અને તારા પતિ અને પુત્રને મારી નાંખીશ ધમકી આપી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપી ભરત નામના શખ્સને પકડી પાડવા તજવીજ આદરી હતી.