Bhavnagar તા. 16
બે માસ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાને સગીરા હેરાન પરેશાન કરી પરાણે તેની સાથે બોલવા મજબુર કરતો હોય અને તેમ ન કરે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી સામે બોલતળાવ પો.મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને જેલ હવાલે કર્યો હતો.
આરોપીએ જેલમાંથી મુક્ત થવા અંત્રેની અદાલતમાં જામીન અરજી રજુ કરી હતી અદાલતે આરોપીના જામીન નામંજુર કરી જામીન અરજી ફગાવી દીધી હતી.
આરોપીએ જેલમાંથી મુક્ત થવા પોતાના વકિલ મારફતે ચોથા એડીશ્નલ સેશન્સ જજ અને સ્પે. પોક્સો કોર્ટ જજ જે.જી.દામોદ્રા ની અદાલતમાં પોતાના વકીલ મારફતે જામીન અરજી રજુ કરતા સરકારી વકિલ ગીતાબા પી. જાડેજા ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજુર કર્યા હતા.