Bhavnagarતા.13
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધારાની ભીડને અનુકૂળ બનાવવા માટે ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા, પાલીતાણા થી બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડે સ્પેશલ ટ્રેનો ચલાવવામાં આવશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09230 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર, 19 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.એ જ રીતે, ટ્રેન નં. 09229 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશલ ગુરુવાર, 20 નવેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે પાલીતાણા પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નં. 09232 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ શુક્રવાર, 21 નવેમ્બર, 2025 ના રોજ પાલીતાણા થી રાત્રે 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
આ તમામ ટ્રેનોમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેક્ધડ ક્લાસ જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. તમામ ટ્રેનોની બુકિંગ 13 નવેમ્બર, 2025 (ગુરુવાર) થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. તમામ ટ્રેનોના સમય, થંભાવ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.inપર મુલાકાત લેવા જણાવાયું છે.

