જાગૃત મુસાફરની ફરિયાદ બાદ બસપોર્ટ પર ડ્રાઇવરને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા નશો કર્યાનું ખુલતા ગુનો નોંધાયો
Rajkot,તા.22
અમરેલીથી રાજકોટ રૂટની એસ.ટી બસનો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની મુસાફર દ્વારા જાણ કરાયા બાદ રાજકોટ એસ.ટી ડેપોએ બસ પહોંચતા ડ્રાઇવરને ચેક કરતા તેણે દારૂ પીધો હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી ડ્રાઇવર સામે એસટીના આસિ. ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
એસટીમાં આસિસ્ટન ટ્રાફિક ઇન્સ્પેકટર નરેશભાઇ લખુભાઇ ધાધલ દ્વારા એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે ધર્મેશભાઇ સંગ્રામભાઇ સરવૈયા, (ઉ.વ. ૩૩,રહે. વડીયા, કૃષ્ણપરા, તા. કુકાવાવ, જી. અમરેલી)નું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાત્રીના ડેપો મેનેજર રાજકોટનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અમરેલીથી ઉપડી રાજકોટ તરફ એસ.ટી. બસ આવી રહી છે ત્યારે બસમા બેસેલ પ્રવાસી મારફતે જાણકારી મળેલ કે બસ નં. જીજે 18 ઝેડ 4148 ના ડ્રાઇવર કેફી પીણુ પીધેલી હાલતમા બસનુ ડ્રાઇવીંગ કરી રહ્યો છે. જેથી બસનુ ચેકીંગ કરવાની સુચના મળતા અમે તથા ટીસી રામભાઇ હરદાસભાઇ ચોચાએ રાજકોટ એસ.ટી. ડેપો ખાતે બ્રેથ એનેલાઇઝર મશીન સાથે રાખી એસ.ટી. ડેપોમા આવતી બસોમાં રાત્રીના ૧૦:૩૦ વાગ્યે અમરેલી-રાજકોટ રૂટની બસ આવતા બસના ડ્રાઇવરને બ્રીથ એનેલાઇજર મશીનથી ચેક કરતા તેણે કેફી પ્રવાહી પીધેલનુ જણાય આવ્યું હતું.જેથી તેનું મોઢુ સુંધી ખાત્રી કરતા મોઢામાથી કેફી પ્રવાહી પીધેલાની વાસ આવ તી હોય જેથી આ બસના ડ્રાઇવરને પુછપરછ કરી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ધર્મેશભાઇ સંગ્રામભાઇ સરવૈયા હોવાનું જણાવ્યું હતું.જેથી સાથેના સ્ટાફ સાથે ડ્રાઇવરને લઇ અહી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.