Morbi,તા.26
જેપુર ગામ નજીક એસટી બસ બેકાબુ બની હતી એસટી બસના ચાલકે કાબુ ગુમાવી દેતા એસટી ડેપોની કેરિયર બસને તેમજ ટ્રક અને કારને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એસટી ડેપોના કર્મચારી તેમજ મુસાફરોને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના ગાયત્રીનગરમાં રહેતા પરેશભાઈ દિનકરરાય ભટ્ટે એસટી બસ જીજે ૧૮ ઝેડ ૭૬૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ માર્ચના રોજ સવારે ફરિયાદી મોરબી એસટી ડેપો વર્કશોપમાં પોતાની ફરજ પર હાજર હતા ત્યારે હેડ મિકેનિકે ફોન કરી જાણ કરી હતી જે નાની બરાર પાસે એક બસ બંધ પડી છે તેને મોરબી બસ સ્ટેન્ડ લાવવાની છે જેથી બપોરે ફરિયાદી પરેશભાઈ ભટ્ટ અને સાથે કામ કરતા અનિરુદ્ધસિંહ રાણા બંને મોરબી બસ સ્ટેન્ડથી કેરિયર બસ જીજે ૧૮ વાય ૮૧૧૦ લઈને બરાર જવા રવાના થયા હતા જેપુર ગામ પાસે આગળ જતા ટ્રકની સાઈડ કાપી ત્યારે સામેથી ફોર વ્હીલ કાર આવતી હતી જેથી બસ બ્રેક કરી ઉભી રાખી અને ટ્રક વાળાએ પણ પોતાનો ટ્રક ઉભો રાખી દીધો કારવાળો કારમાંથી નીચે ઉતર્યો હતો અને એસટી બસ બંધ કરી ઉભો રહેલ ત્યારે બસ પાછળ કોઈ વાહન અથડાવવાનો અવાજ આવ્યો હતો
પાછળ જોતા ડેપોની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૭૬૩૮ ભટકાડી હતી જે બસમાં બેસેલ પેસેન્જરને ઈજા પહોંચી હતી તેમજ ત્યાં ઉભો રહેલ ટ્રક જીજે ૦૪ એડબલ્યુ ૪૯૮૪ હતો અકસ્માતમાં ફરિયાદી સાથે રહેલ અનિરુદ્ધસિંહ રાણા તેમજ અન્ય મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આમ એસટી બસે જેપુર ગામ નજીક કેરિયર બસ, ટ્રક અને કાર સાથે અથડાવી ટ્રકને અને કારને નુકશાન કરી મુસાફરોને ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે