Amreli, તા.11
અમરેલીમાં હાર્ટ એટેક આવ્યા બાદ એસટી ડ્રાઇવર રવુભાઈ ખાચરનું સારવારમાં મોત નીપજ્યું હતું. 49 વર્ષીય રવુભાઈ અમરેલી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા, જોકે સારવાર કારગત નીવડી નહોતી. મળતી વિગત મુજબ, રવુભાઈ પુંજાભાઈ ખાચર (ઉંમર વર્ષ 49 રહે. સત્યનારાયણ સોસાયટી હનુમાનપરા, અમરેલી) ગઈ તારીખ 5/8 ના રોજ સાંજે 5:00 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતા.
ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપાડતા પ્રથમ સારવાર સમયક હોસ્પિટલ અમરેલી, રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જે પછી બાદ તા.10/8 ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અહીં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. રવુભાઈ એસ.ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

