સ્ટેન્ડિંગ ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે સાંજે મહાપાલિકાના હોલ ખાતે સ્ટન્ડિંગ કમિટિની બેઠક મળી હતી,જેમાં જુદા જુદા કામના ૬૪ ઠરાવની સમીક્ષા બાદ તમામને મંજૂર કરાયા હતાં. જો કે, કેટલાક ઠરાવમાં સુધારા કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. જયારે, બે ઠરાવ અધ્યક્ષસ્થાનેથી રજૂ કરાયા હતા. જેમાં મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતાં કાર્યપાલક ઈજનેર સંજય એન.હરિયાણી સામે નેગીસી વેસ્ટ એગ્રીમેન્ટના કાગળમાં ચેનચાળા કર્યા હોવાનુ જણાતા તપાસ હાથ ધરી પૂર્વ કમિશનર ઉપાધ્યાયે દોઢેક વર્ષ પૂર્વે સસ્પેન્ડ કર્યાં હતાં. અને ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો. પૂર્વ અધિકારી દેવમુરારીએ તપાસ કરી બે માસ પૂર્વે કમિશનરને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેના આધારે આજે મળેલી બેઠકમાં સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર હરિયાણીને અંતે નોકરીમાંથી બરતરફ કરવા નિર્ણય લેવાયો હતો. ઉપરાંત આજની બેઠકમાં ચર્ચાને અંતે જુદા જુદા કામના કુલ ૬૬ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી અને કામ બાબતે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. પાણી સહિતની બાબતે અધિકારીઓએ કકળાટ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
Trending
- Morbi: યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ગુમાવ્ય રૂ. ૧૫,૦૦૦
- Morbi: નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
- Morbi: સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરીની ફરિયાદ
- Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
- સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે
- Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી
- Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત
- કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક