Mumbai,તા.14
2023ની શરૂઆતમાં જ્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો ત્યારબાદ રિકવરી બાદ ઘણી વખત ટીમમાં વાપસી કરી પરંતુ તે નિયમિતપણે પોતાનું સ્થાન બનાવી ન શક્યો. ત્રણેય ફોર્મેટના શાનદાર ખેલાડી શ્રેયસ અય્યરની કારકિર્દીમાં એક સમય એવો આવ્યો કે તે ટેસ્ટ, વન-ડે અને T20 ટીમમાં પોતાનું સ્થાન ન બનાવી શક્યો. 2024માં વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થવાના કારણે અય્યરને વન-ડે ટીમમાં તો સ્થાન મળ્યું, પરંતુ તે હજુ પણ ટેસ્ટ અને T20 ના દરવાજા ખટખટાવી રહ્યો છે. અજીત અગરકરે સ્પષ્ટ કરી દીધું છે કે, અય્યરનું ટેસ્ટ ટીમમાં હાલમાં સ્થાન નથી બની રહ્યું પરંતુ T20નું શું?
શ્રેયસ અય્યર IPLથી લઈને મુંબઈ T20 લીગ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સતત પ્રદર્શન કરી રહ્યો છે. તેણે માત્ર તેની બેટિંગથી જ નહીં પરંતુ શાનદાર કેપ્ટનસીથી પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જોકે, ભારત માટે 51 T20I રમી ચૂકેલ અય્યર 2023 બાદથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. પરંતુ હવે જો એશિયા કપમાં અય્યરને ટીમ ઈન્ડિયામાં તક મળે તો તે ગેમ ચેન્જર સાબિત થશે.
શ્રેયસ અય્યર સતત ટીમમાં વાપસી કરવા માટે મહેનત કરી રહ્યો છે. ગત IPL સીઝનમાં તે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો, તેના માટે આ સીઝન એક એવી સીઝન રહી હતી જેમાં તેણે બેટ્સમેનની સાથે-સાથે લીડર તરીકે પણ પોતાની છાપ છોડી હતી. તે ઓરેન્જ કેપ નહોતો જીતી શક્યો, પરંતુ કોઈએ પણ તેના જેટલો જોશ નહોતો વધાર્યો, કોઈએ પણ તેના જેટલું સૂકુન ન આપ્યું. તે ચોગ્ગા કે છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ પર નહોતો, પરંતુ બોલરોને તેણે જેટલા ડરાવ્યા, એટલા કોઈએ ન ડરાવ્યા. પ્લેઓફમાં તો તેણે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલરોને પણ નહોતા છોડ્યા.
છેલ્લી IPL સીઝન તેના કરિયરની બેસ્ટ સીઝન રહી. તેણે 2025 IPLમાં 50.33ની એવરેજથી 604 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 175 હતો. આ દરમિયાન અય્યરે 6 અડધી સદી ફટકારી હતી. તેણે કુલ 43 ચોગ્ગા અને 39 છગ્ગા ફટકાર્યા હતા.
IPL ઉપરાંત તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ મુંબઈની કેપ્ટન્ કરીનેસી વિજય અપાવ્યો હતો. પોતાની પહેલી જ મેચમાં તેમણે ગોવા સામે સદી ફટકારી હતી. તેના આંકડા દર્શાવે છે કે, તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ, પરંતુ તે કયા નંબર પર આવશે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર રમે છે, તિલક વર્મા ચોથા નંબર પર છે જેમણે તાજેતરમાં જ સતત બે મેચમાં સદી ફટકારી છે. ત્યારબાદ રિંકૂ સિંહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેનું નામ આવે છે. ત્યારબાદ શ્રેયસ અય્યરનો નંબર આવી શકે છે.
હવે જો અય્યરને તક આપવામાં આવે તો તે વધુમાં વધુ 5 નંબર પર બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં રિંકૂ સિંહ અથવા શિવમ દુબેમાંથી કોઈ એકે બલિદાન આપવું પડી શકે છે. અય્યર નંબર-5 માટે પરફેક્ટ બેટ્સમેન છે, તે ધીમી પિચ પર કેવી રીતે રમવું તે જાણે છે, સ્પિનર્સ સામે તેનો કોઈ જવાબ નથી. બીજી તરફ હવે તે ફાસ્ટ બોલરોને પણ આડે હાથ લે છે. થોડા સમય પહેલા શોર્ટ બોલ તેના માટે સમસ્યાઓ ઉભી કરતો હતો, પરંતુ હવે તેને તેમાંથી પણ છૂટકારો મળી ગયો છે.
જો શ્રેયસ ઐયરને એશિયા કપમાં સ્થાન મળે છે અને તે પોતાના IPL પરફોર્મન્સનું પુનરાવર્તન કરવામાં સફળ રહે, તો તે T20 વર્લ્ડ કપ માટે પણ દાવેદારી ઠોકી શકે છે. T20 વર્લ્ડ કપ 2026 દક્ષિણ આફ્રિકામાં રમાશે, ત્યાંની ઝડપી અને ઉછાળવાળી પિચો શ્રેયસ અય્યરની બેટિંગને અનુકૂળ રહેશે. T20 વર્લ્ડ કપમાં તે ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે.