Mumbai,તા.17
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે જો કોઈ લકી ચાર્મ ક્રિકેટર કહેવાય તો તે શિવમ દુબે છે. જો દુબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્લેઇંગ ઇલેવનમાં હોય તો ભારતની જીત નક્કી હોય છે. દુબેનો છેલ્લા 32 મેચનો રેકોર્ડ રહ્યો છે. જણાવી દઈએ કે દુબેએ તેના કારકિર્દીમાં 37 T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે. અને છેલ્લા 32 મેચનો રેકોર્ડ તો એવો છે, જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે અશક્ય છે. કારણકે છેલ્લા 32 મેચમ શિવમ દુબે જો T20 ક્રિકેટમાં ભારતની પ્લેઇન્ગ રહ્યો છે, ત્યારે ભારતની ટીમ હારી નથી.
શિવમ દુબેએ વર્ષ 2019માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બાંગ્લાદેશ સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને હાર મળી હતી. ત્યાર બાદ દુબેએ ત્રણ વધુ મેચ રમી, જેમાં ભારતે જીત મેળવી, જ્યારે પાંચમી મેચમાં ફરી હાર મળી. આ મેચ 8 ડિસેમ્બર 2019માં રમાઈ હતી, પણ ત્યારપછીથી દુબે જ્યારે પણ ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવેનમાં રહ્યો છે ત્યાં સુધી ભારતને એક પણ T20 મેચમાં હાર મળી નથી.
11 ડિસેમ્બર 2019 પછી શિવમ દુબેની સાથે, ટીમ ઈન્ડિયાનું નસીબ પણ બદલાઈ ગયું. 11 ડિસેમ્બર 2019થી 15 સપ્ટેમ્બર 2025 સુધી, શિવમ દુબેએ 32 વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ ભારતીય ટીમ ક્યારેય હાર્યું નથી. વરસાદને કારણે બે મેચ ડ્રો થઈ હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ બાકીની 30 મેચ જીતી છે, જે એક મોટો રેકોર્ડ છે. શિવમ દુબેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો, તેણે 37 મેચની 27 ઇનિંગ્સમાં કુલ 541 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 140થી વધુ છે અને તેની એવરેજ 31.82 છે. તે 10 વખત નોટઆઉટ રહ્યો છે, જ્યારે તેણે 37 ફોર અને 29 સિક્સ ફટકાર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 4 હાફ સેન્ચૂરી પણ ફટકારી છે. જણાવી દઈએ કે તે હાલમાં એશિયા કપ 2025માં રમી રહ્યો છે.